
ગોધરા, ગોધરા લાલબાગ એસ.ટી.બસ સ્ટેશનમાં જીવિત અને હાલમાં તાજી જન્મેલ બાળકી ત્યજી દેવાયેલ મળી આવતાં સ્થાનિકો દ્વારા 108ને ફોન કરી બોલાવવામાં આવી હતી અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એસ.ટી.બસ સ્ટેશનમાં કોઈ નિષ્ઠુર માતાએ તાજી જન્મેલ જીવિત હાલતમાં બાળકીને ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવી હતી. જીવિત હાલતમાં મળેલ બાળકી અંગે સ્થાનિક દ્વારા 108ને કોલ કરીને બોલાવવામાં આવી હતી. 108ની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.