
ગોધરા,
ગોધરા તાલુકાના લીલેસરા ગામની ખેતીની જમીનમાં કબ્જેદાર મરણ ગયેલ મહિલાઓને જીવિત દર્શાવીને વેચાણ દસ્તાવેજ થયાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાઓને જીવિત બતાવી દસ્તાવેજ થયા હોય તેની તપાસ જરૂરી છે.
ગોધરા તાલુકાના લીલેસરા ગામે આવેલ ખેતીની જમીનની બે મહિલા કબ્જેદાર હોય આ બન્ને મહિલાઓમાં એકનું 1998 અને બીજી મહિલાનું 2002 માં મરણ ગયેલ હોય તેમ છતાં આ બન્ને મહિલાઓને 2022ના વર્ષમાં જીવિત દર્શાવાઈ છે અને આ બન્ને લીલેસરાની જમીનની કબ્જેદાર મૃતક મહિલાઓ જીવિત દર્શાવી ભળતી વ્યકિતને રાખીને દસ્તાવેજ થયા હોય ત્યારે આ બાબતે ગોધરા તાલુકા મામલતદાર તપાસ કરશે ખરાં ?