રાજ્યના વિવિધ સ્થળો પર છરા કે તલવાર વડે કેક કાપી બર્થડે પાર્ટી કરતાના અવાર નવાર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ત્યારે વધુ એકવાર જાહેરમાં એક બુલેટ ગાડી ઉપર ત્રણ જેટલા કેક મૂકી તલવાર વડે કેક કાપવાનો વીડિયો વાઇરલ થતાં ગોધરા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આવેલા facebookની આઇડી ઉપર મોબીન ગોરા લીલેશરા સરપંચ નામની આઈડી ઉપર તલવાર કેક કાપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં facebookની આઇડી ઉપર ‘ઓ.. ભાઈબંધો આવ્યા પણ તું ન આવી.., તારી યાદોમાં મારી આંખ ભીંજાઈ’ નામના ગીત ઉપર એક બાદ એક તલવાર વડે કેક કાપી આકાશમાં આતશ બાજી કરતો વીડિયોએ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ જોર પકડ્યું છે.
ગોધરામાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો સરપંચનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ગોધરા શહેરના જાહેર રોડ ઉપર સરપંચે તલવાર વડે કેક કાપીને લોકોમાં ઉત્સુકતા જગાડી હતી. જન્મદિવસની ઉજવણીના ઉન્માદમાં જાહેર રોડ ઉપર તલવાર વડે કેક કાપવામાં આવી હતી. સરપંચ પોતાના મિત્રો સાથે તલવાર વડે કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હતી. સરપંચ જાહેર રોડ ઉપર એક બુલેટ ગાડી ઉપર એક સાથે ત્રણ કેક મૂકી ખુલ્લી તલવાર વડે એક બાદ એક કુલ ત્રણ કેક કાપી હતી. તલવાર વડે કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કાલોલ તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં ઉદ્યોગપતિના ભત્રીજાના લગ્નમાં તેમજ ભાજપના એસસી મોરચાના મંત્રી દ્વારા હાથમાં બંદૂક લઈને ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો હતો .ત્યારે ફરી એક વખત ગોધરા શહેરમાં એક ફેસબુકની આઇડી ઉપર મોબીન ગોરા લીલેશરા સરપંચ લખેલી આઇડી ઉપર તલવાર વડે કેક કાપતો વીડિયો વાઇરલ થયો છે.
ગોધરા શહેરના લીલેશરા નજીક એક બુલેટ ગાડી ઉપર ત્રણ કેક મૂકી અને તલવાર વડે કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેથી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂતે તાત્કાલિક સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોના આધારે આરોપીની તાત્કાલિક અટકાયત કરી ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો છે. હાલ તો બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદાનું ભાન ભૂલનાર સરપંચને ગોધરા બી ડિવિઝન એ કાયદેસરનો પાઠ ભનાવ્યો છે અને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે.