ગોધરા,ગોધરા-વડોદરા હાઈવે લીલેસરા જી.ઈ.બી.ની સામે રોડ ઉપર મારૂતીવાનમાં લઈ જવાતો 18 કિલો ગૌમાંસ મળી 1,03,600/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાંં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-વડોદરા હાઈવે લીલેસરા જી.ઈ.બી. ઓફિસ સામે રોડ ઉપર બાતમી મળી હતી કે, મારૂતી વાન નં.જીજે.6.સીએમ.1163ના ચાલક કોઈ જગ્યાએથી ગૌવંશને મારૂતીમાં ભારી લાવતા હોય તેવી બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળી વાનને ઝડપતાં આરોપી વાહન સ્થળ ઉપર મુકી નાશી છુટીયો હતો. પોલીસે વાન માંથી 18 કિલો ગૌમાંંસ કિંમત 3,600/-રૂપીયા કિંમત 1,03,600/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે કરી આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.