- પાંચ વ્યકિતઓ વિરૂદ્ધ ફરિયાદ.
ગોધરા, ગોધરા તાલુકાના લીલેસરા ગામે આવેલ સર્વે નં.54/10વાળી જમીન પચાવી પાડવાના આશયની કાવતરું રચી ખોટું સોગંદનામું તેમજ પેઢીનામું તૈયાર કરી તેના ઉપયોગથી ભળતા નામવાળી વ્યકિતની હકીકત રાજ્ય સેવકથી છુપાવી ગુન્હો કર્યાની બી ડીવીઝન પોલીસ મથકે પાંચ વ્યકિતઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી.
ગોધરા તાલુકાના લીલેસરા ગામે આવેલ રે.સર્વે નં.54/10વાળી જમીન પચાવી પાડવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપીઓ સાલેશબીબી અબ્દુલ રઝાક સાલ, સુલેમાન અબ્દુલ સતાર કુરકુર, મોહસીન ઈસ્માઈલ ભટુક, શોકત સિદ્દીક જુજારા, સોહેબ સુલેમાન કુરકુર દ્વારા ખોટું સોગંદનામુંં અને પેઢીનામું તૈયાર કરી ભળતા નામવાળી વ્યકિતની સાચી હકીકત રાજ્ય સેવકથી છુપાવી પોતાનું સુનિયોજીત કાવતરુંં પાર પાડી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથે યુસુફ અહેમદ ઈસ્માઈલ આલમ એ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.