ગોધરા લીલેસરા રોડ ટીવી સ્ટેશન પાસે જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપ્યા

ગોધરા, ગોધરા લીલેસરા રોડ ઉપરથી ટીવી સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 3 ઈસમોને ઝડપી પાડી અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 11,950/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા લીલેસરા રોડ ઉપર ટીવી સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અસજદ શોકત ભટુક, અલ્તાફ હારૂન મીસ્ત્રી, યુનુસ મજીદ બોકડાને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતીમાં 3,150/-રૂપીયા રોકડ તેમજ દાવ ઉ5ર મુકેલ 8,800/-રૂપીયા મળી કુલ 11,950/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.