
ગોધરા,ગોધરા લીલેસરા રોડ રોટીયા પ્લોટની ઝાડી ઝાંખરામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સ્થળે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 8 જુગારીયાને 69,750/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા લીલેસરા રોડ રોટીયા પ્લોટમાં ઝાડી ઝાંખરામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોય તે સ્થળે એલ..સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઇડ દરમિયાન સીકંદર ઈશ્હાક બેલી, અમરસિંહ તારાચંદ ભોઇ, સલીમ ઈલ્યાસ વાઢેલ, યોગેશ જયંતિભાઇ પટેલ, દિલીપ મોહનભાઇ સોલંકી, અબ્દુલ રઉબ એહમદ યાયમન, સાદ્દીક મોહમદ યુસુફ હયાત, અલીમ અબ્દુલ હકીમ દડીને ઝડપી પાડવામાંં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતીમાં 25,870/-રૂપીયા દાવ ઉપર મુકેલ 15,880/-રૂપીયા મોબાઈલ ફોન-7 મળી કુલ 69,750/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.