- જીલ્લા કોંગ્રેસ મહામંત્રી યાકુબ હેબર્ટ સહિત પાંચ વ્યકિત સામે ગુનો.
ગોધરા,ગોધરાના લીલેસરા રોડ ઉપર આવેલ ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જેદારને દુુર કરવા અરજદાર દ્વારા જીલ્લા કલેકટર કચેરીમાં કાર્યવાહી માટે દાખલ કરવાની અપીલ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જીલ્લા કલેકટરના હુકમથી 6 ઈસમો વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવા પામી.
ગોધરા શહેરના જૈન દેરાસર પાસે રહેતા મોહમ્મદ અબ્દુલ કાદિર ઉસ્માની લીલેસરા રોડ ઉપર આવેલ ખાતા નં.1117ના સર્વે નં.116/22ની ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરવામાં આવેલ હોય આ ગેરકાયદેસર કબ્જેદારને દુુર કરવા માટે જીલ્લા કલેકટર સમક્ષ અરજદાર ખેડુત દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી અને અરજદારની જમીન માંથી ગેરકાદેસર કબ્જેદારોની જમીન ખાલી કરીને ખેડુતને સોંપવા આવે જો કબ્જેદારો જમીનના ગેરકાયદેસર કબ્જો ન છોડે તો લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જીલ્લા કલેકટરના આદેશના આધારે અરજદાર મોહમ્મદ અબ્દુલ કાદીર ઉસ્માનીની ફરિયાદના આધારે જીલ્લા કોંગ્રેસ મહામંત્રી યાકુબ અબ્દુલ હેબર્ટની સીધી દોરવણી અને મદદગારીથી આરોપી સુરસીંગભાઈ રાઠવા, રામાભાઈ રાઠવા, જામસિંહ રાઠવા, મુકિતબેન રાઠવા, મથુરભાઈ રાઠવા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી આવા ગેરકાયદેસર કબ્જે જમાવતા ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.