ગોધરા-લીલેસરા મધ્ય ગુજરાત વીજ કંપનીના સંકુલમાં કેબલોમાં આગ લાગતાં પશ્ચિમ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

ગોધરા, ગોધરા શહેર લીલેસરા મધ્ય ગુજરાત વીજ કં5નીના સંકુલમાંં કેબલોમાંં કોઇ કારણોસર આગ લાગતા કેબલો બળીને ખાખ થયા. કેબલો બળી જતાં પશ્ચિમ વિસ્તાર સહિતના અનેક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો ધટનાની જાણ થતાં વીજ કંપનીના કર્મચારીઓ દોડી આવી વીજ પુરવઠો ચાલુ કરવા કામગીરી હાથ ધરાઈ છે.

ગોધરાના લીલેસરા મધ્ય ગુજરાત વીજ કંપનીના સંકુલમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગને લઈ કેબલોમાં આગ લાગી હતી. કેબલોમાં આગની ધટનાને લઈ કેબલો બળીને ખાખ થઈ જતાં પશ્ચિમ વિસ્તાર સહિત ગોધરાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ધટનાની જાણ થતાં વીજ કં5નીના અધિકારીઓ, કર્મચારીઓ દોડી આવ્યા હતા. શહેરનો વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.