ગોધરા, ગોધરા તાલુકાના લીલેસરા બાયપાસ ચોકડી પાસે આવેલ આરોપીના ખેતરમાં ખુલ્લી જગ્યા અને ઓરડીમાં અન્ય ઈસમો સાથે મળી ગૌવશનું કત્તલ કરેલ માંસ 153 કિલો તથા જીવિત 6 પશુઓ કિંમત 52,500/-રૂપીયા તથા સેન્ટો ગાડી, બાઈક મળી કુલ 2,04,220/-રૂપીયાનો મુદ્દામાલ બી ડીવીઝન પોલીસે કબ્જે લીધો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના લીલેસરા બાયપાસ ચોકડી પાસે આરોપી સુફીયાન ઉસ્માન હયાત (રહે. મીઠીખાન મહોલ્લા) પોતાના ખેતરમાં ખુલ્લામાં તેમજ આરોપી પશુઓ કત્તલ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ગૌવંશનુંં કત્તલ કરેલ ગૌમાંસ 153 કિલો કિંમત 30,600/-રૂપીયા તેમજ જીવિત પશુઓમાં વાછરડી-1, પાડા નંગ-3, બળદ નંગ-2 મળી કુલ 6 પશુઓ કિંમત 42,500/-રૂપીયા તેમજ સેન્ટોગાડી, બાઈક મળી કુલ 2,04,220/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. પોલીસની રેઈડ દરમિયાન આરોપી મળી આવેલ ન હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.