ગોધરા,ગોધરા એલ.સી.બી.પોલીસે ચોરીના મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બાઈક મળી કુલ 68 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વર્ધમાન હોટલ પાસેથી રાહદારી વ્યકિત પાસેથી ચોરી કરેલ મોબાઈલ ફોન ચોરી કરવામાં નિકુંંજ જયસંવસિંહ ચૌહાણ (રહે. સાંંપા. તા.ગોધરા) સંડોયલ છ અને ચોરીના મોબાઈલ ફોન સાથે નિકુુંજ ચૌહાણ બાઈક નંબર જીજે.17.સીપી.4082 લઈને વેચવા ફરે છે અને રવિ કોર્પોરેશન પાસે ઉભેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે કિંમત 68,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.