- ત્રણ પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુન્હા અનડીકેટ કર્યા.
ગોધરા, ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, બે ઈસમો કોઈક જગ્યાએથી મોબાઈલ ફોન ચોરી લાવી વેચવા ફરે છે. તેવી બાતમીના આધારે બે ઈસમોને ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, ઈકરામ ઉર્ફે ઝુકરી ઈમામુદ્દીન સૈયદ (રહે. ગેની પ્લોટ, ઉમર મસ્જીદ પાછળ) તથા ઈસ્માઈલ મહોમદ બોડી ઉર્ફે ઈસ્માઈલ છાવો (રહે. મુસ્લીમ સી સોસાયટી) કોઈક જગ્યાએથી મોબાઈલ ફોન ચોરી લાવી વેચવા ફરે છે. તેવી બાતમીના આધારે બન્ને ઈસમોને ઝડપી પાડી ઈસમો પાસેથી મોટોરાલા કંપની મોબાઈલ, ઓપો કંપનીના મોબાઈલ, ઓપો કંપનીના મોબાઈલ ફોન મળી ત્રણ મોબાઈલ ફોન કિંમત 35,900/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. બન્ને ઈસમોની પુછપરછ દરમિયાન મોટોરોલા મોબાઇલ ગોધરા એસ.ટી.બસ સ્ટેન્ડ માંથી ચોરી કરેલ ઓપો એફ-17 મોબાઈલ દશ મહિના પહેલા આણંદ બસ ડેપો ખાતેથી તેમજ ઓપો કંપનીના એ-53 એસ મોબાઈલ પાવાગઢ બસ ડેપો માંથી ચોરી કર્યાની કબુલાત કરતાં ગોધરા એલ.સી.બી.પોલીસે ત્રણ પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુન્હા અનડીટેકટ કર્યા.