ગોધરા, પંચમહાલ જીલ્લા મેજીસ્ટેટ અને કલેકટર દ્વારા જાહેર વિતરણ યોજના હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના કાળો બજાર અટકાવવા માટે સામલી પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલકના પાસાના હુકમ કરતાં આરોપીને પાસા હેઠળ એલ.સી.બી.પોલીસે અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો.
પંચમહાલ જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા જીલ્લાના વિવિધ તાલુકાઓમાં સસ્તા અનાજની દુકાનો તેમજ પુરવઠા ગોડાઉનમાં તપાસ કરી 8 વ્યકિતઓ વિરૂદ્ધ જીલ્લા મેજીસ્ટેટ (કલેકટર) પાસાની દરખાસ્ત કરાઈ હતી. જીલ્લા મેજીસ્ટેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજુર કરતાં એલ.સી.બી.પોલીસ દ્વારા પાંચ જેટલા વ્યકિતઓની પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ગોધરા તાલુકાના સામલી ગામની પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક સુજેલા કાસીમ અહેમદ હુસેનને પાસા કરતાં એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો.