ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મિકી બગીચાની પાછળ લક્ષ્મણ સાગર તળાવ આવેલું છે. જેની ચારેય બાજુ અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં તરતી જોવા મળી હતી. જેના કારણે જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. જ્યારે તળાવમાં રહેલી માછલીઓ ક્યા કારણોસર મૃત્યું પામી છે તેને લઇ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. બીજી બાજુ તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં દુર્ગંધ મારતાં આજુબાજુના સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે.ત્યારે વહેલી તકે મૃત અવસ્થામાં તરતી માછલીઓનો નિકાલ કરવામાં આવે તે માટે માગ ઉઠવા પામી છે.
આજ રોજ લક્ષ્મણ સાગર કિનારે કેટલી માછલીઓ મરેલી હાલતમાં તરતી જોવા મળી હતી. લક્ષ્મણ સાગર તળાવમાં એકાએક અસંખ્ય માછલીઓ મરી ગઇ હતી. જે તળાવની સપાટી પર આવી ગઇ હતી. આ માછલીઓ ક્યા કારણોસર મૃત્યુ પામી છે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે મોટી સંખ્યામાં અસંખ્ય માછલીઓ જ્યારે બાજુ તરતી જોવા મળતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આખરે મૃત હાલતમાં મળી આવેલી માછલીઓ કયા કારણોસર મોતને ભેટી છે તે એક સવાલ ઉભો થવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગોધરાના રામ સાગર, સીતાસાગર, લક્ષ્મણ સાગર તળાવની ચારેય બાજુમાં નગરપાલિકાના શોપિંગ સેન્ટર આવેલા છે. જેના મળમૂત્રના દૂષિત પાણીની લાઈનો આ તળાવમાં આપેલી છે. જેના કારણે શોપિંગ સેન્ટર વાળાઓનું દૂષિત પાણી તળાવમાં ભળી જવાના કારણે પાણી પ્રદુષિત બન્યું છે અને તળાવના કિનારે અસંખ્ય ગંદકી અને કચરો એકઠો થયેલો જોવા મળે છે. ત્યારે ગોધરાના લક્ષ્મણ સાગર તળાવના કિનારે અસંખ્ય માછલીઓ મરેલી હાલતમાં તરતી જોવા મળી હતી. ત્યારે જલચળ માછલીઓ ક્યા કારણોથી મરેલી છે તે એક તપાસનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મિકી બગીચાની પાછળ લક્ષ્મણ સાગર તળાવ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં અસંખ્ય માછલીઓ તળાવના કિનારે મૃત હાલતમાં મળી આવી હતી. મૃત હાલતમાં મળી આવેલ માછલીઓ ત્યાંથી પસાર થતી વરસાદી કાસની કેનાલમાં પણ તરીને આવી છે. જેના કારણે અસહ્ય દુર્ગંધ મારતા ત્યાંના સ્થાનિક રહીશોને રહેવાનું મુશ્કેલ બન્યું છે. ત્યારે વહેલી તકે આ માછલીઓનો નિકાલ કરવામાં આવે તે માટે સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે.