ગોધરા લેન્ડ રેકર્ડઝની કચેરીના કર્મચારીઓ પેન ડાઉન હડતાળ પર

ગોધરામાં ડિસ્ટ્રિકટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડઝ કચેરીના કર્મચારીઓએ આજે સરકાર સામે બાંયો ચઢાવતા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના પડતર પ્રશ્ર્નો અંગે કોઈ સ્પષ્ટતા કે નિરાકરણ કરવામાં નહિ આવતા આગામી તા.22 થી 31 સુધી પેનડાઉન હડતાળ કરી કામગીરીથી અળગા રહ્યા હતા. જેમાં તેઓની મુખ્ય માંગ સાથે મહત્વના મુદ્દા એ છે કે, સરકાર દ્વારા સિનીયર સર્વેયરનો ગ્રેડ પે રૂ.4400 કરવામાં આવે, રિસર્વેની કામગીરી માટે અત્રેની કચેરીઓના કર્મચારીઓને બહારના જિલ્લામાં મુકવામાં આવેલા છે. જેઓને પરત પોતાની જે તે કચેરી ખાતે મુકવામાં આવે કારણ કે અત્રેના જિલ્લામાં કામની ભારણ વધારે હોય માટે અન્ય જિલ્લામાં કોઈ કર્મચારીને મુકવામાં ન આવે તેમજ સ્વ વિનંતીથી બદલીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે. અને કર્મચારીને પોતાના જિલ્લામાં જ નોકરી અર્થેનો લાભ મળે તે અંગે પણ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી અમારા કર્મચારીઓની માંગણે છે ત્યારે ગોધરામાં આવેલી ડિસ્ટ્રિકટ ઈન્સ્પેકટર લેન્ડ રેકર્ડઝ કચેરીના વર્ગ-3ના કર્મચારી મંડળ (રાજયકક્ષા)ની સુચના મુજબ કર્મચારીઓની બાકી પડતર પ્રશ્ર્નોની માંગણીઓને લઈ એસ.એલ.આર કચેરી, ડી.આઈ.એલ.આર કચેરી તથા સિટી સર્વે કચેરીના તમામ કર્મચારીઓ આગામી તા.22 જુલાઈથી 31 જુલાઈ સુધી પેન ડાઉન હડતાળ કરી કામગીરીથી અળગા રહેશેે.