
ગોધરા,
ગોધરા તાલુકાની એક શાળાના આચાર્ય દ્વારા આજ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો અને હાલમાં જ્યારે શાળાઓમાં રોટેશન પદ્ધતિ મુજબ શાળાઓની કામગીરી કરાઇ રહી છે. તે દરમ્યાન શાળામાં આચાર્ય અને શિક્ષિકા ફરજ ઉપર હાજર હતા. દરમિયાન શિક્ષિકા અધટીત વર્તન કરતા લંપટ બનેલ આચાર્યને ચંપલથી ફટકાર્યો હતો અને આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા આવા કૃત્યને ધ્યાનમાં લઈને હાલ આ લંપટ શિક્ષકની અન્ય સ્થળેે તાત્કાલીક ધોરણે બદલી કરવામાં આવી છે.
ગોધરા તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્ય આજ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાના એક તરફી પે્રમમાં પાગલ બનેલ હતો. શાળામાં આચાર્ય તરીકે રહેલા આ શિક્ષક દ્વારા સહકર્મી શિક્ષિકા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરતો હતો. શિક્ષિકા ઓનો વિરોધ કરતી હતી. હાલમાં જ્યારે કોરોના કાળને લઈ શાળાઓમાં રોટેશન પદ્ધતિ મુજબ ૫૦ ટકા હાજરી સાથે ફરજ બજાવવાના નિયમ ચાલી રહ્યો છે. આ રોટેશન પદ્ધતિ મુજબ શાળાના આ લંપટ આચાર્ય અને શિક્ષિકા ફરજ ઉપર હાજર હતા. શાળામાં શિક્ષિકા અને લંપટ શિક્ષક એકલા હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો અને શિક્ષિકા પ્રેમ સંબંધો માટે દબાણ કરતો હોય જેને લઈ શિક્ષિકા દ્વારા લંપટ આચાર્યને ચંપલ થી ફટકાર્યો હતો અને આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ કિસ્સો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ધ્યાનમાં આવતાં તાત્કાલીન અસરથી આ આચાર્યની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે