
ગોધરા શહેરના કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય કોમ્પ્યુટરનો કોર્સ શીખવાડવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો આ કોમ્પ્યુટર કોષ કરી રહ્યા છે. આજરોજ છ મહિનાનો કોર્સ પૂરો થતાં 15 જેટલા વિદ્યાર્થીને કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેમાં કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોલાના શોએબ ચીમાજી તથા હનીફ મદારી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ગોધરા શહેરમાં આવેલી કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે 15 જેટલા છોકરાને કોમ્પ્યુટરના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક સમાજના લોકોને વિનામૂલ્ય કોમ્પ્યુટરનો કોર્ષ શીખવાડવામાં આવે છે. ત્યારે આજરોજ 15 જેટલા વિદ્યાર્થીને છ મહિનાનો કોમ્પ્યુટરનો કોર્સ પૂર્ણ કરતા તેઓને કુરબાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
