
ગોધરા, ગુજરાત સહિત સમગ્ર પંચમહાલ જીલ્લામાં આકરી ગરમીથી શહેરીજનો તોબા તોબા પોકારી રહ્યા છે અને બપોર બાદ કેટલાક શહેરીજનો આકરી ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે અને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલ કુર્બાન જાગૃત ટ્રસ્ટ દ્વારા શહેરના રેલવે સ્ટેશન ઉપર અવરજવર કરી રહેલ લોકલ ટ્રેનના મુસાફરોને વિના મૂલ્ય પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રેલ્વે વિભાગના કર્મચારીઓ સહિત કુર્બાન જાગૃત ટ્રસ્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો ત્યારે કાળઝાળ ગરમી એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી અને આકાશમાંથી અગન જ્વાળાઓ વરસાવી રહી છે. જેના કારણે જીલ્લાના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને અસહ્ય ગરમીમાં નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરના કુર્બાન જાગૃત ટ્રસ્ટ દ્વારા ગોધરા શહેરના રેલવે સ્ટેશન ઉપર અવર-જવર કરી રહેલ લોકલ અને સુપરફાસ્ટ ટ્રેનો રેલવે સ્ટેશન ઉપર જુજ સમય માટે જ ઉભી રહે છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુધી પીવાનું પાણી પહોંચી શકતું નથી. જેના કારણે ગોધરા શહેરના કુર્બાન જાગૃત ટ્રસ્ટના સભ્યો અને અને રેલવેના કર્મચારીઓને સાથે રાખી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને વિના મૂલ્ય પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન ઉપર કુર્બાન જાગૃત ટ્રસ્ટ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને વિનામૂલ્ય પાણીનું વિતરણ કરવામાં આવતા વડોદરા વિભાગના ડી.આર.એમ. ટ્વીટર મારફતે કુર્બાન જાગૃત ટ્રસ્ટના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કુરબાન જાગૃત ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે હાલમાં આકરી ગરમી ચાલી રહી છે. જેના કારણે ટ્રેનના ડબ્બા સુધી પીવાનું પાણી પહોંચી શકતું નથી. એટલે આગામી સમયમાં ટ્રેનના દરેક ડબ્બા સુધી પીવાનું પાણી પહોંચે તે માટેની કામગીરી કુર્બાન જાગૃત ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવશે.