ગોધરા કુબા મસ્જીદ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને એલ.સી.બી.પોલીસે ઝડપ્યા

ગોધરા,ગોધરા કુબા મસ્જીદ પાસે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પાંચ ઈસમોને 1900/-રૂપીયા જપ્ત કરી આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા કુબા મસ્જીદ પાસે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મહમંદ કરફીક સત્તાર મિસ્ત્રી, જીતેન્દ્ર ઉર્ફે બાટલો ઈન્દ્રવદન શાહ, જીતેન રતીલાલ પ્રજાપતિ, રફિક યુસુફ મલેક, મોહસીન અબ્દુલ હમીદ અમદીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉ5ર મુકેલ 1900/-રૂપીયા જપ્ત કરી આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.