ગોધરા,
ગોધરા શહેર કુબા મસ્જીદ નદીના ઢાળમાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 6,370/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના કુબા મસ્જીદ મેશરી નદીના ઢાળમાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાડતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી મહંમદ રફિક સત્તાર મિસ્ત્રી, રફિક ગની મિસ્ત્રી, સોહેલ અહેમદ ગોલને 6,370/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલસી મથકે ફરિયાદ નોંધાવા પામી છે.