ગોધરા કોઠી સ્ટીલ સ્ક્રેપ ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગતાં ફાયર બ્રિગેડએ આગ ઉપર કાબુ મેળવ્યો

ગોધરા, ગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલ કોઠી સ્ટીલના સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે આકસ્મિક રીતે આગ લાગતાં પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાયટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે જાનહાનિ થવા પામી ન હતી. આગને લઈ સ્ક્રેપનો સામાન બળી જતાં ભારે નુકશાન થવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલ કોઠી સ્ટીલ કંપનીમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે આકસ્મિક રીતે આગ લાગવાની ધટના બની હતી. સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલ આગ ભભુકતા ગોધરા પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનોએ ભારે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના કારણે સ્ક્રેપમાં ગોડાઉનનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલ આગમાં લાખોનું નુકશાન થવા પામ્યું હતું. સદ્દનસીબે આગની ધટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.