ગોધરા કોઠી સ્ટીલ પાછળ રાયપુરા રોડ ઉપર ખુલ્લા ખેતરમાં કત્તલ માટે ગોંધી રાખેલ 9 પશુઓને બચાવી લેવાયા

  • પોલીસે રેઈડ કરી 86 કિલો માંસ સહિત 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો.

ગોધરા, ગોધરા કોઠી સ્ટીલ પાછળ રાયપુરા રોડ ઉપર ખુલ્લા ખેતરમાં ચાર પાંચ ઈસમો ભેગા મળી ગૌવંશનું કટીંગ કરી તેમજ કત્તલ માટે 9 જેટલા પશુ ગોધી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 86 કિલો ગૌમાંસનો જથ્થો તેમજ પશુઓ અને કત્તલ માટે ઉપયોગમાં લેવાયેલ પીકઅપ, સેન્ટો ગાડી મળી 5,03,660/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બી ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે કોઠી સ્ટીલ પાછળ રામપુરા રોડ ઉપર આવેલ આસીફ હયાતના ધર આગળ આવેલ ખુલ્લા ખેતરમાં 4 થી 5 ઈસમો ભેગા ઈ ગૌવંંશની કટીંંગ કરતા હોય તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પોલીસે 86 કિલો માંસનો જથ્થો કિંમત 17,200/-રૂપીયા, ગાય નં-5, વાછરડી નંગ-2, વાછરડા નંગ-2 જીવિત હાલતમાં કત્તલ અને સેન્ટો કાર મળી કુલ 5,03,660/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસની રેઈડ દરમિયાન ઈસમો નાશી જઈ ગુન્હો કરતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે આસીફ ઐયુબ હયાત વિરૂદ્ધ પશુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.