ગોધરા,
ગોધરા ખાતેની લો કોલેજના આચાર્ય ડો.અપૂર્વ પાઠકના માર્ગદર્શન હેઠળ ડો.સતીશ નાગર, ડો.કૃપા જયસ્વાલ, ડો.અમિત મહેતા અને ડો.અર્ચનાબેન યાદવ તથા વિદ્યાર્થીઓ દ્વારા કોટડા પ્રાથમિક શાળા ખાતે લીગલ લીટરસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. શાળામાં અભ્યાસ કરતા બાળકોને માનવ અધિકારો સ્ત્રી-બાળક કોના અધિકારો સ્ત્રી શિક્ષણ મહત્વ, બંધારણ, RTI એક્ટ વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળા ખાતે કેમ્પના મહેમાનો જુવાનસિંહ ચૌહાણ રાજેશકુમાર પંચાલ તથા બાળકોના સાથ સહકારથી કેમ્પ સફળ તરીકે સંપન્ન કરવામાં આવ્યું હતું.