ગોધરા મહાલક્ષ્મી ટ્રસ્ટની જમીનમાં અશાંતધારાનો ભંગ કરી બારોબાર વેચાણ કરાયેલ જમીનમાં કોમ્પ્લેક્ષનું બાંધકામ થતાં વિરોધનો વંટોળ

ગોધરા,
ગોધરાના સીટી ટીકા નં.14ના સીટી સર્વે નં.14/288/અ પૈકી જમીનો મિલ્કતોના મુળ માલિક મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ, ગોધરાના વહીવટદારોની આવેલી છે. આ મિલ્કતો ભાડા પટ્ટે લધુમતિ કોમના ઈસમો જે જીલ્લા કલેકટર પંચમહાલના મહેસુલી અધિકારીઓ, કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય સરકારશ્રીના અધિકારીઓ સાથે મોટા પ્રમાણમાં લાગવગ ધરાવતા લધુમતિ કોમના ઈસમો દ્વારા કૌસર કોમ્5લેક્ષ તથા અન્ય કોમ્5લેક્ષો ઉભા કરી કરાવવામાં આવેલ અને તે ધાર્મિક જમીનો લાખો રૂપીયા આપી દુકાનો, રેસીડન્ટ માટે વેચાણ કરી નાખેલ છે. આમ, આ જમીનોમાંં (અશાંતધારો) લાગુ પડેલ છે કારણ કે, આ જમીનો મુળ ધાર્મિક આવેલી છે. તેમ છતાં લધુમતિ કોમના ઈસમો દ્વારા મોટા મોટા કોમ્પ્લેક્ષ બનાવવામાંં આવ્યા છે.

જે (અશાંતધારા) અંગેના વધુ કેસો હાલ ચોકી નં.4 ઉપર પેન્ડીંગો છે. તે કેસોમાંં દલાલો, એજન્ટો દ્વારા લાંબી લાંચ રૂશ્વતના આધારે કેટલાક (અંશાતધારા)ના કેસો કાયદા વિરૂદ્ધ પણ ખોટા અભિપ્રાયો આપેલ છે અને હાલ કૌસર કોમ્પ્લેક્ષ દ્વારા ગંભીર પ્રકારનો હિન્દુ, મુસ્લીમ કોમમાં કોઈપણ પ્રકારનો વિવાદ તથા ભેદભાવ ના થાય ગોધરા પ્રાંત અને નાયબ કલેકટર દ્વારા તા.8/8/2022ના રોજ હુકમ કરેલ છે. આ (અશાંતધારા) મિલ્કતોમાં નગર પાલિકા ચીફ ઓફિસર ગોધરા દ્વારા ખોટો જવાબ આપેલ છે. કારણ કે, બાંધકામની મંજુરી મોટી મોટી લાંચો લઈ પરવાનગી આપવામાં આવેલ છે. જો આ મિલ્કતો ધાર્મીક અને (અશાંતધારા) વાળી મિલ્કતો આપવામાં આવશે તો ભવિષ્યમાં હિન્દુ- મુસ્લીમો વચ્ચે ભાઈચારો, વાદ-વિવાદો ઉભા થશે અને તેવો દ્વારા પંચમહાલ ગોધરા શહેરના તમામના તમામ હિન્દુ-મુસ્લીમોને નુકશાન થશે.

મહાલક્ષ્મી માતાની જમીનોમાં મોટામોટા કોમ્પ્લેક્ષો લધુમતિ કોમના ઈસમો દ્વારા બનાવી તેમાં લાઈટના મીટરો પણ નાખી-નખાવી (અશાંતધારા)નો ભંગ પણ કરી કરવામાંં આવેલ છે અને આ લાઈટના મીટરો કોઈપણ જાતની તપાસ કે ગુજરાત સરકારની જોગવાઈ વિરૂદ્ધ એક પછી એક મીટરો આપેલ છે. જો આવી મિલ્કતો ઉપર કાયદા વિરૂદ્ધ કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા કડકમાં કડક નજર રહશે નહીં તો ધાર્મીક દાન આપવાવાળી મિલ્કતો લેવાવાળા બની કરોડોનું નુકશાન કરતા રહેશે અને લાંબી લાંબી લાંચરૂશ્વતો લઈ જાતિ ભેદભાવ કરાવતા રહેશે. જેથી ઉચ્ચ વ્યવહાર થી જીવન ધોરણે સીધી અસર થાય છે. જેથી આવી પંચમહાલ જીલ્લા ગોધરા તથા અન્ય ગામોમાં આવેલી મિલ્કતો જાતી શ્રેષ્ઠતા તેમજ ભેદભાવની પ્રતિમાઓ ભવિષ્યમાં ઉભી ના થાય તેવી પંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા તેમ ચીફ ઓફિસર ગોધરાની સંર્પૂણ જવાબદારીઓ હોય જેથી આ જમીનો મુળ માલિક મહાલક્ષ્મી માતાની ટ્રસ્ટની આવેલી હોય અને કાયદા અંગે પ્રતિબંધીધારો પસાર કરેલ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરી-કરાવી અનેક જાતના ખેલો ખેલી રહ્યા છે અને આવી મિલ્કતો આપી પંચમહાલ જીલ્લા કર્મચારીઓ, અધિકારીઓ હિન્દુ-મુસ્લીમોને ભવિષ્યમાં ભાઈ ચારો કરવાની પેરવી કરી-કરાવી રહ્યા છે.