ગોધરા કોલીયારી ડિવીઝન દ્વારા ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા રાખવામાં આવેલ ટીમરૂ પાનની હરાજી રદ કરતાં વેપારીઓમાં રોષ

  • વન વિભાગે અપસેટ ભાવનું કારણ આપી હરાજી રદ કરી.
  • હરાજીમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યો માંથી 189 વેપારીઓ ટેન્ડર પ્રક્રિયામાંં ભાગ લીધો હતો.

ગોધરા, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ગોધરા કોલીયારી ખાતે ટીમરૂ પાનની હરાજી રાખવામાં આવી હતી. આ હરાજી અપસેટ ભાવનું કારણ આપીને રદ કરવામાં આવતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.

ગોધરાના કોલીયારી ખાતે ગુજરાત રાજ્ય વિન વિકાસ નિગમ દ્વારા ટીમરૂ પાનની હરાજી યોજવામાં આવી હતી. કોલિયારી ડિવીઝન ખાતે યોજાયેલ ટીમરૂ પાનની હરાજીમાં ગુજરાત સહિત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન , પશ્ર્ચિમ બંગાલો સહિતના રાજ્યો માંથી 189 વેપારીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ત્યારે વન વિભાગ દ્વારા ટીમરૂ પાનની હાજરી અપસેટ ભાગનું કારણ દર્શાવીને રદ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટીમરૂ પાનની હરાજી રદ કરવાને લઈ વેપારીઓને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. હરાજી દર કરવામાં આવતાં વેપારીઓમાં ભારો રોષ જોવા મળ્યો છે.