ગોધરા,ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી ખોટા વ્યકિત ઉભો કરી જમીન પચાવી પાડવાના ગુનામાંં નાસતા ફરતા વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક એહમદ સઈદ કલંદરને એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.
ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ગોધરા કસ્બાની જમીન પચાવી પાડવા માટે ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી તેમજ ખોટા વ્યકિતને ઉભો કરી જમીન પડાવી લેવાના ગુનાની ફરિયાદ નોંંધાયેલ હોય આ ગુનામાં આરોપી અબ્દુલ રઝાક એહમદ સઈદ કલંદર (રહે. મોહમદી મસ્જીદ પાસે, મોહમદી સોસાયટી, ગોધરા) નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપી હાલમાં કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે ઉભો છે. તેવી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી બી ડીવીઝન પોલીસને સોંંપવામાં આવ્યો.