ગોધરા, ગોધરા શહેરમાં અચાનક આવેલ ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોધરા વિધાનસભાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા લેવામાં આવી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરામાં વરસાદી પાણી ભરાઈ ગયેલ હોય બજાર સમિતિની પણ વેપારી પ્રતિનિધિઓ સાથે મુલાકાત લીધેલ.
ભરાયેલ વરસાદી પાણીના સત્વરે નિકાલ માટે તમામ વિભાગના સબંધિતઓને સ્થળપ્રત બોલાવી, ચર્ચા વિચારણા કરી ધારાસભ્ય દ્વારા સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ અને આગમી સમયમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરી સુયોગ્ય આયોજન કરવા જણાવેલ.