ગોધરા ખેતીવાડી બજાર સમિતિ ચુંટણી માટે પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં છબરડાના આક્ષેપ

ગોધરા,

ગોધરાની ધી ખેતવાડી બજાર સમિતીની ટર્મ પૂર્ણ થતાં આગામી તા.31 મેના રોજ ચુંટણી યોજાવાની છે. ત્યારે ચુંટણી પહેલા પંચમહાલ જિલ્લા જીસ્ટ્રારની કચેરી દ્વારા અધિકૃત અધીકારીની નિમણૂક કરીને પ્રાથમીક મતદારી યાદી તા.16ના રોજ પ્રસિદ્ધ કરી હતી. એપીએમસીની ચુંટણીની પ્રસિદ્ધ કરેલી પ્રાથમિક મતદાર યાદીમાં છબરડા હોવાના આક્ષેપો કરીને મંડળીઓના હોદ્દેદારો રજીસ્ટાર કચેરી પહોચીને હોબાળો મચાવ્યો હતો.

અધિકૃત અધીકારી ગુણવંતભાઇ મકવાણા મતદાર યાદી ભુલ ભરેલી હોવાનુ સ્વીકારીને નવેસરથી પ્રાથમિક મતદારી બનાવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ મતદાર યાદીમાં વ્હાલાદવલાની નીતી અપનાવીને અગાઉ મંડળીઓને મતદાર યાદીમાં સમાવેશ કરવા અરજી આપી હતી. તેવી અરજીઓનેઅરજીએ આપી હતી તેવી અરજીઓને નંજર અંદાજ કરીને પ્રાથમીક મતદાર યાદી પ્રસિધ્ધ કરતાં રાજય નિયામક સુધી ફરીયાદો પહોચી હતી.

રાજયના પીએમસી નિયામકે મતદારી યાદી ભુલો વાળી પ્રસિધ્ધ કરનાર જિલ્લા રજીસ્ટારનો અધિકૃત અધીકારી ગુણવંતભાઇ મકવાણાને તાત્કાલીક ચુંટણીના અધિકૃત અધીકારીનો ચાર્જ લઇને અન્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

તેમજ પીએમસીની ચુંટણીની પ્રાથમીક મતદાર યાદી છબરડાંવાળી પ્રસિધ્ધ કરનાર અધિકૃત અધિકારી મકવાણા સામે નિયમાનુસાર તપાસના હુકમો કરવામાં આવ્યા છે. નિયામકે અધિકૃત અધીકારી પાસેથી ચાર્જ લઇને અન્ય કર્મીને ચાર્જ સોપીને છબરડા કરનાર અધિકારી સામે તપાસના હુકમો હવે નવા અધિકૃત અધીકારીની નીમણૂક કરતાં ભુલ ભરેલી મતદાર યાદીમાં સુધારો કરવામાં આવશે.