ગોધરા,ગોધરા ખાતે ઝાંસીથી મુંબઈ-બાંદ્રા તરફ જતી ઝાંસી એકસપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી 5 કલાક મોડી ચાલી રહી હતી જેને લઈને મુસાફરોને હાલાકીઓ ભોગવવાનો વારો આવ્યો હતો. ગોધરા ખાતે ટ્રેનનો રેગ્યુલર સમય સવારે 9 વાગ્યાનો છે જે ગોધરા ખાતે 11 વાગ્યાના સમયે આવી પહોંચી હતી.
ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે 2 કલાકથી વધુ સમય રોકવવા પામી હતી. જેને લઈને આકરી ગરમીમાં મુસાફરો ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે આંટાફેરા કરતા નજરે ચઢ્યા હતા તો કેટલાક મુસાફરો રેલ્વે સ્ટેશન ખાતે પથારાઓ કરી આરામ કરતા જોવા મળ્યા હતા. આકરી ગરમીને કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા. આ અંગે રેલ્વે તંત્ર દ્વારા વધુમાં જણાવ્યુ હતુ કે, ગોધરા ખાતેથી પસાર થતી મુંબઈ તથા દિલ્હી તરફ જતી ટ્રેનો સુરત ખાતે રેલ્વે તંત્ર દ્વારા બ્લોક નાંખવાની કામગીરીને લઈને અનેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે.