- વર્ષ 2023-24 અંતર્ગત ગોધરા તાલુકાના કુલ 94 ગામોના રૂપિયા 330 લાખની રકમના કુલ 260 કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું.
ગોધરા, વિકેન્દ્રિત જીલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,15% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા, એટીવીટી કાર્યવાહક, એટીવીટી તાલુકા કક્ષા, પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ 2023-24માં ગોધરા તાલુકાના કુલ 94 ગામોના કુલ રૂપિયા 330 લાખની રકમના કુલ 260 કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ બી.આર.જી.એફ.હોલ, જીલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જીલ્લા કલેક્ટરએ વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્યઓ અને જીલ્લા પંચાયતના પ્રમુખએ ઉદ્દબોધન રજૂ કરીને વિવિધ કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ સરપંચઓને આહવાન કર્યું હતું.
ગોધરા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં જીલ્લા પ્રમુખ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા(હ)ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જીલ્લા કલેક્ટર આશિષ કુમાર, જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, જીલ્લા પંચાયતના દંડક તથા તમામ ગામોના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.