ગોધરા,
વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા સ્વીપ નોડલ અધિકારીના નેતૃત્વમાં જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત આજરોજ ગોધરા ખાતે અંદાજિત 500થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરાથી લઈને વિશ્વકર્મા ચોક સુધી મતદાન જાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી. આ સાથે વિધાર્થીઓ દ્વારા ”VOTE” આધારિત આકૃતિ અને મતદાન માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર પંચમહાલ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લામાં યુથ આઇકોન તરીકે નિમણૂક પામેલ છઉં નયન ઉપસ્થિત રહ્યાં હતા.