ગોધરા ખાતે સંવિધાન દિવસ નિમિત્તે જીલ્લા સરકારી વકીલની કચેરી તથા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સેમિનારનું આયોજન

ગોધરા,

તા.26/11/ ના દિવસે સંવિધાન દિવસ નિમિત્તે ગોધરા રેડ ક્રોસ હોલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબજ મોટી સંખ્યામાં વકીલો, જીલ્લા ના તમામ સરકારી વકીલો તથા જયુડીશીયલ ઓફિસરો તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા. પંચમહાલ જિલ્લાના મહેરબાન પ્રિન્સીપલ ડીસટીકટ અને સેન્સસ જજ જે.સી. દોશી સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા સરકારી વકીલની કચેરી તથા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી કરવામાં આવ્યું. સંવિધાન દિવસના ભાગ રૂપે ગુજરાત સરકારના કાયદા વિભાગ તથા ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશનની કચેરી ગાંધીનગરના માગેદશેન અને આદેશ અનુસાર સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભારતના બંધારણમાં મૂળભૂત હક્કો અને ફરજો વિશે ખૂબજ સુંદર અને ઉપયોગી માગેદશેન પંચમહાલ જિલ્લાના મહેરબાન પ્રિસાઈડીગ ઓફિસર ફેમિલી કોર્ટ એમ.એમ. મનસુરી તથા પ્રિન્સીપાલ ડીસટીકટ જ્જ જે.સી. દોશી સુંદર માગેદશેન આપ્યું. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી અને તે બાદ બંધારણના આમુખનું સમુહ વાંચન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ માટે સૌનો આભાર પણ પ્રગટ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના ખૂબજ સીનીયર એડવોકેટ ગોપાલ સિંહ સોલંકી, પંચમહાલ જિલ્લા વકીલ મંડળના મંત્રી ચિરાગ પરીખ તથા પંચમહાલ જિલ્લાના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.જી દામોદરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી વકીલ આર.ડી.શુકલા, સરકારી વકીલ આર.વાય. ત્રિપાઠી, સરકારી વકીલ એમ.કે. દેશમુખે તથા જિલ્લા સરકારી વકીલની કચેરીના સ્ટાફ દ્વારા ખૂબજ જહેમત ઊઠાવી હતી તથા આ કાર્યક્રમમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના તમામ પેનલ એડવોકેટ,પેરા લીગલ વોલેનટીયર, તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.