ગોધરા, પંચમહાલ જીલ્લામાં પશુપાલન વિભાગ, જીએલપીસીના ઉપક્રમે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના અમલીકરણ હેઠળ બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) આરોગ્ય અને પશુધન ઉત્પાદનના વિસ્તાર માટે માન્યતા પ્રાપ્ત એજન્ટો અ-ઇંયહા (પશુ સખી )ની તાલીમના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન ગોધરા ખાતે કરાયું હતું.
આ કાર્યક્રમ તારીખ 29 નવેમ્બર 2023 થી 15 ડિસેમ્બર 2023 સુધી 15 દિવસનો હતો. જેમાં રસીકરણ, પશુઓને ટેગીંગ કરતા પ્રાથમિક પશુ સારવાર જ્ઞાન, કુત્રિમ બીજદાન, પશુપોષણ, પશુ આરોગ્ય વિશે મહિલાઓને માહિતગાર કરાયા હતા. છેવાડાના પશુપાલકોની આવકમાં વધારો કરવાનાં હેતુ થી આ તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ પશુ સખી બહેનો દ્વારા અલગ અલગ જગ્યાએ ફિલ્ડ વિઝિટ કરી અને પ્રેક્ટિકલ રૂપે નિદર્શન કરાવવામાં આવ્યું હતી. જેમાં કાર્યક્રમમાં NDDB આણંદથી અજીત, RSETI ડાયરેક્ટર દેવીદાસ દેશમુખ, તથા DRDA અધિકારી પંચમહાલ જીલ્લાના 25 A-HELP(પશુ સખી) બહેનોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.