ગોધરા,
ગોધરા ખાતે પ્રથમવાર 5 કિલો મીટરની મહિલા મેરથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ પોતાના સ્વાસ્થયને પ્રાધાન્ય આવે માટે મેરથોન દોડનું આયોજન કરાયું હતું.
ગોધરા ખાતે મારવેલ્સ મિસ અને મિસિસના નેજા હેઠળ પ્રથમ વખત મહિલાઓ 5 કિ.મી. મેરથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મેરથોનના ઉદ્દેશ હતો કે, મહિલાઓ પોતાના સ્વાસ્થયને પ્રાધાન્ય આવે, ઉત્તરાયણના પર્વમાં ચાઈનીઝ દોરા અને તુકકલના ઉપયોગ નહિ કરવાના સંકલ્પ સાથે મેરથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા સર્કિટ હાઉસ થી બાયપાસ સુધી મેરથોન દોડ યોજાઈ. મોટી સંખ્યામાં મહિલાએ મેરથોન દોડમાં ભાગ લીધો હતો.