ગોધરા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોધરા શાખા તથા ગોધરા નગર ની સેવાભાવિ સંસ્થાઓ દ્વારા ગાયત્રી શકિતપીઠ ગોધરા થી વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સવારે 9 કલાકે દાઉદી વ્હોરા સમાજના પ્રમુખ ઈમરાનભાઈ ઇલેક્ટ્રિક વાલા, શ્યામ સુંદર શર્મા, કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ અરૂણ સિંહ સોલંકી, એન.એસ.એસ. ના સ્વયંસેવકો નિતેશ સામતાણી અને લખન સામિયાણી, હિતેશ ભટ્ટ, પ્રકાશ દીક્ષિત, શિવનદાસ કલ વાણી દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
વ્યસન મુક્તિ યાત્રા માં વ્યસનોની શબયાત્રા લોકોનું આકર્ષણ નું કેન્દ્ર બની, વ્યસન મુક્તિ યાત્રા દાઉદી વ્હોરા સમાજની બેન્ડ પણ લોકો નું આકર્ષણ કેન્દ્ર બની, વ્યસન મુક્તિ ના ગીતો ગાતા ગાતા સૂત્રો પોકારતા પોકારતા ગોધરા શહેર ના સ્લમ એરિયા જેવા કે, દંતાણી વાસ, બાવરી વાસ, વાગડીયા વાસ માંથી યાત્રા પસાર થઈ, યાત્રામાં વચ્ચે વચ્ચે ઘણા મહાનુભાવો જોડાતા ગયા અને વિશેષ ઊર્જા પ્રાપ્ત થતી રહી, ઘણા યુવાનો એ વ્યસન બંધ કરવાનું આશ્વાસન આપ્યું, યાત્રા પોતાના નિશ્ચિત રૂટ પરથી પસાર થતા શબ યાત્રા જોઈ ને જનતાને કુતૂહલ લાગ્યુ.
ડો. સુજાત વલી, શ્રી નરેશ ભૈયા (આર્ટ ઓફ લિવિંગ), સમર્પણ ધ્યાન કેન્દ્ર તથા પી.કે. રાઠોડ સાહેબ વગેરેનો પણ ખુબજ સરસ સહયોગ રહ્યો.
વ્યસન મુક્તિ યાત્રા નિર્ધારિત માર્ગ પર પસાર થઈને પોતાના ગંતવ્ય સ્થાન બાવા ની મઢી પાસે બરાબર 10.30 કલાકે પહોચી જ્યાં અંતે વ્યસન ના રાક્ષસ ના પૂતળાં નું દહન કરવા માં આવ્યું હતું રાહદારીઓ કુતુહલતા પૂર્વક દ્રશ્ય નિહાળી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ડો.કેયુર ચૌહાણ, હિતેન્દ્ર પુવાર, ડો.દેવર્ષિ વરિયા, ચીમન ભાઈ પટેલ, જયદીપ પટેલ, વાસુદેવ ત્રિવેદી, બાપુ કરણસિંહ પૂવાર, પ્રકાશ દેવાણી, લવેશ કલવાની, હેતલબેન પુવારનો ખુબજ સુંદર સહયોગ રહ્યો.