ગોધરા ખાતે ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ108 દ્વારા ઉજવાયો પાઇલોટ દિવસ

  • પંચમહાલ જિલ્લા કલેકટરના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
  • કટીબધ્ધતા,સમર્પણ અને જવાબદારીની ઓળખ એટલે 108 સેવાના પાયલોટ.

ગોધરા, આજરોજ ગોધરા ખાતે ગુજરાત સરકાર તથા ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાઇલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. લોકોની મહામૂલી જીંદગી બચાવવાના ભગીરથ કામમાં સૌથી શ્રેષ્ઠ કામ કરનાર કર્મચારીઓને તેઓના કામ બદલ જિલ્લા કલેકટર આશિષ કુમારના હસ્તે એવોર્ડ આપીને બિરદાવવામાં આવ્યા હતા.

જેમાં મધ્યગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર અને અરવલ્લી જીલ્લાના કુલ 23 કર્મચારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

108 ઈમરજન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇના પર્યાયરૂપ મહત્વની કામગીરી કરવામાં આવે છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્ય સંબંધીત ઈમરજન્સી સેવા 24 ડ્ઢ 7 રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ (એમ્બ્યુલન્સના ચાલક) કે જે પીડીતને સત્વરે ઇમરજ્ન્સી સારવારમાં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ 108 સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઇતિહાસમાં ખુબ જ મહત્વપુર્ણ ગણાય છે.

કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેક્ધડ મુલ્યવાન હોય છે ત્યારે ઇમરજ્ન્સી રીસપોન્સ CPR, ફાયરફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે. ઇ.એમ.ટી.ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની હોય છે. આજનો દિવસ મહામુલી માનવજીદંગી બચાવનારા પાયલોટને સર્મપિત હોય છે.

આ સેવા રાજ્યભરમાં કુલ 800 જેટલી અત્યાધુનિક એમ્બ્યુલન્સના કાંફલા સાથે કાર્યરત છે. 29 ઓગસ્ટ, 2007 થી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા અત્યાર સુધી કટોકટીની પરિસ્થિતિમાં 1 કરોડ 47 લાખ કરતાં વધુ ઇમરજન્સીના કિસ્સામાં સેવા પૂરી પાડી છે અને આ 15 વર્ષના સમયગાળામાં 13.65 લાખ કરતાં વધુ લોકોની મહામુલી જીંદગી બચાવી સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરૂં પાડેલ છે. ફરજ દરમ્યાન અંગત અને કૌટુંબિક આપદાઓને પણ જાહેરહિતમાં બાજુએ રાખી ફરજ બજાવેલા વિશિષ્ટ કર્મીઓને પણ તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ માટે બિરદાવવામાં આવેલ છે.