ગોધરા ખાતે કોંગ્રેસી નેતાઓની અધ્યક્ષતામાં સંવાદ સમીક્ષા બેઠક યોજવામાં આવી

ગોધરા, 18 પંચમહાલ લોકસભા બેઠક માટે સંવાદ સમીક્ષા સંકલ્પ અને માર્ગદર્શન બાબતે ગોધરા ખાતે બી.આર.જી.એફ હોલ ખાતે પંચમહાલ, ખેડા અને મહીસાગર જિલ્લાના કોંગ્રેસ આગેવાનોની બેઠક મળી હતી. જેમાં એ.આઇ.સી.સી. તરફ થી ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુક્લ વાસનીક પંચમહાલ લોકસભા નિરીક્ષક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સિંહ સોલંકી મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપ દંડક અને ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર લુણાવાડાના ધારાભ્ય ગુલાબ સિંહની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી મીટીંગમાં લોકસભા ચૂંટણીને લઈને પક્ષને સંગઠિત કરી સંગઠનને વધુ મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહ ભાટી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી, મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત જિલ્લાના નિરીક્ષકો, ચિરાગભાઈ શેખ, ભીખાભાઈ રબારી, અશોક પંજાબી સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખો, મહિલા કોંગ્રેસ, એન.એસ.યું.આઇ. યુથ કોંગ્રેસ, એસ.ટી, એસ.સી. શેલ, માયનોરીટી શેલ, કિશાન શેલ, જિલ્લા-તાલુકા સંગઠનના પ્રમુખો, આગેવાનો, નગરપાલિકાના સભ્યો, વિધાનસભા, જિલ્લા/તાલુકા/નગર પાલિકા ચૂંટણીના ઉમેદવારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.