પંચમહાલ જિલ્લામાં ગોધરાનું સૌભાગ્ય કે તેને મેસરી જેવી નદી મળી છે, પરંતુ પ્રજા તેમજ તંત્રની બેદરકારીથી નદી છેલ્લા 25, વર્ષથી મૃતપ્રાય જોવા મળી રહી છે.અને ચારેય તરફ ઝાડી ઝાંખરા અને કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે ત્યારે ગોધરા શહેરના મધ્યમ આવેલ અને ગોધરાની શોભા વધારી રહેલ મેસરીને ફરીથી પુનઃજીવિત અને સાફ સફાઈ બાબતે ગોધરાના ખ્યાતનામ ડોક્ટર સુજાત વલી દ્વારા સવાંદ કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.
ગોધરા શહેરના બામરોલી રોડ ચંદન બાગ પાર્ટી પ્લોટ ખાતે કી વોટર્સ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિતમાં સવાંદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી અને પ્રબુધ્ધ નાગરિકો સાથે સવાંદ સાદ્યો હતો. જેમાં ગોધરા શહેરના ખ્યાતનામ ડોક્ટર સુજાત વલી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ માટે 2000 કરોડ આપી શકતા હોય તો ગોધરા શહેરની હાર્દ સમાન મેસરીને પુનઃજીવિત કરવા માટે 200 કરોડ ના ફાળવી શકાય ત્યારે તેના પ્રત્યુતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમે જે પ્રશ્ન કરો છો જેથી તમને ખબર છે કે સો ટકા કામ કરવાના છે એટલે 200 કરોડ ફાળવી દો નહીં હકથી કહો કે હમણાં જ ફાળવી દો તેમ હકથી કહેવું જોઇએ. જેથી મેસરી નદીને ફરીથી પૂર્ણ જીવિત કરવા માટે 200 કરોડ ફાળવી દેવા માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.
એટલે હવે 25 વર્ષથી ગોધરા શહેરની મૃતપ્રાય પડી રહેલ મેસરી નદીને ફરીથી પૂર્ણજીવીત કરીને તેને કામગીરી ટૂંક સમયમાં આરંભમાં આવશે તેવું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવતા ગોધરા શહેરમાં હર્ષો ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે.