ગોધરા,ગુજરાત આખા વિશ્ર્વમાં તેના ગરબાના લીધે ખ્યાતિ પામ્યું છે. આજે દેશ વિદેશમાં રહેતા ગુજરાતીઓ વિદેશની ધરતીપર નવરાત્રી પર્વ આવે એટલે ગરબાનું આયોજન કરતા હોય છે અને ગુજરાતી હોવાનું ગર્વ લેતા હોય છે. ગુજરાતી દેશના અન્ય રાજ્યમાં હોય કે, સાત સમુંદર પાર હોય પણ ગરબા માટે તો ઘેલો જ હોય. હાલ કોરોનાના 2 વર્ષના કપરા કાળ માં ગુજરાતીઓ નવરાત્રી ઉત્સવ ધામ ધૂમ થી ઉજવી શક્યા ન હતા. જેને લઈ આ વર્ષે ઠેર-ઠેર મોટા પાયે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ગોધરા ખાતે બ્રહ્મ યુવાનોદ્વારા પણ બ્રહ્મસમાજ માટે બીફોર નવરાત્રીનું આયોજન બ્રહ્મસમાજ માટે ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે આવેલ બંઝારા પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મ સમાજ ના યુવાનોદ્વારા એક ભવ્યની શુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમજના લોકો જોડાયા હતા. ગરબાની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. ગરબાના અંતે અલ્પાહારની મિજબાની કરી સૌ છુટા પડ્યા હતા. બ્રહ્મ સમાજના યુવાનોદ્વારા કરાયેલા આ સફળ આયોજનને સમાજના અગ્રિણીઓ બિરદાવ્યો હતો.