પંચમહાલ જીલ્લાની ગોધરા ખાતે આવેલ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનમાં રોજગાર લક્ષી તાલીમ લેવા આવેલ તાલીમાર્થીઓ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંસ્થામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના બેન્ક લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સતેન્દ્ર રાવ તેમજ સંસ્થાના ડાયરેક્ટર ડી.દેશમુખ, સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ દરમ્યાન સંસ્થાના ડાયરેક્ટર ડી.દેશમુખ દ્વારા તાલીમાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વની સાથે જણાવ્યું કે વૃક્ષોની સંખ્યા ઓછી થવાના કારણે દેશભરમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. સતત વધી રહેલા પ્રદૂષણના કારણે મનુષ્યો માત્રને જ નહીં પરંતુ આપણી સમગ્ર પ્રકૃતિ માટે પણ જોખમી છે. સ્વસ્થ પ્રકૃતિએ માનવ જીવનનો આધાર છે. આવી સ્થિતિમાં, તેનું શોષણ આપણા જીવનને અસર કરી શકે છે. પર્યાવરણ દિવસની ઉજવણી પ્રકૃતિને પ્રદૂષણ અને અન્ય જોખમોથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે તમામ વિસ્તુત માહિતી આપી હતી અને તાલીમાર્થીઓ સાથે મળીને વધુ વૃક્ષો વાવવા અને તેની જાળવણી રાખવા માટે સપથ લીધા આ સાથે સાથે સંસ્થા તેમજ તેની આસપાસ સાફસફાઈ કરી શ્રમદાન કર્યું હતું.