ગોધરા, ગોધરા ખાણ ખનીજ વિભાગે ચેકિંગ દરમિયાન ઘોઘંબા તાલુકાના સીમલીયા અને સાજોરા ગામેથી ગેરકાયદે રેતી ભરી પસાર થતાં પાંચ ગેરકાયદેસર ટ્રેકટરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ. તે દરમિયાન ઘોઘંબા તાલુકાના સીમલીયા અને સાજોરા ગામેથી રેતી ભરીને પસાર થતાં પાંચ જેટલા ટ્રેકટરોને રોકીને તેમના ચાલકો પાસે રેતીની પરમીટ માંગતા તેઓ પાસે નહિ હોવાથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ ટ્રેકટરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.