ગોધરા ખાણ-ખનિજ વિભાગે રૂપેણપુરા ખાતે તોપણા ગામે સાદી માટીનું ખનન કરવા વાહનો ઝડપ્યા

ગોધરા,
ગોધરા ભુસ્તરશાસ્ત્રીની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ટીમ આજરોજ ગોધરા તાલુકાના નારપુરા (રૂપેણપુરા) ખાતે રેઈડ કરી હતી. ૬ વાહનો કિંમત ૫૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને જીલ્લા કલેકટર કચેરીના કંપાઉન્ડમાં સીજ કરવામાં આવ્યો છે.

વિસ્તૃત વિગતો પ્રમાણે પંચમહાલ ભુસ્તર શાસ્ત્રીની અધ્યક્ષતામાં ખાણ-ખનિજ કચેરીના ગોધરા ક્ષેત્રીય ટીમે ગોધરા તાલુકાના નાટપુરા (‚પેણપુરા) ગામે રેઈડ કરી હતી. દરમિયાન સાદી માટીનું ખોદકામ કરવામાં આવતું હતું. ખોદકામમાં ઉપયોગમાં લેવાના એસ્કેવેટર નંબર જીજે.૧૭.એએસ.૨૬૫૮, ટ્રક નંબર જીજે.૦૬.એકસએકસ.૬૫૫૬, ટ્રક નંબર જીજે.૧૬.ટી.૯૫૮, ટ્રેકટર ટ્રોલી, મહિન્દ્રા કંપનીનું ટ્રેકટર ટ્રોલી, મહિન્દ્રા કંપનીનું ટ્રેકટરે ટ્રોલી મળી ૬ વાહનો કિંમત ૫૫ લાખ રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. પકડાયેલ વાહનોને ગોધરા કલેકટર કચેરી કંપાઉન્ડ સીજ કરવામાં આવ્યા. તેમજ ગોધરા તાલુકાના તોપણા ગામે ખાણ-ખનિજ વિભાગની રેઈડ દરમિયાન સાદી માટીનું ખોદકામ કરવામાં આવતું હતું અને ખોદકામ માટે ઉપયોગમાં લેવાયેલ જીસીબી નંબર જીજે.૦૮.એએસ.૦૧૮૭, ટ્રેકટર જીજે.૦૭.ડીસી.૪૬૩૩ મળી ૨૫ લાખ રૂપીયા મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલ પીએનસી કંપનીમાં સીજ કરવામાં આવ્યો છે.