ગોધરા ખાણ-ખનિજ વિભાગે ઓકટોબર ૨૦૨૦ના સમયમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહના૨૪ કેસ ઝડપી ૩૫.૨૦ લાખના દંડની વસુલાત કરી

  • હાલોલ તાલુકામાંથી સાદી દેતી ભરેલ બે વાહનો મળી ૩૦ લાખના મુદ્દામાલ સીઝ કર્યા

ગોધરા,
ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખનીજ ચોરી ની મળેલી ફરિયાદ અન્વયે ખનીજ ચોરી અટકાવવા ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત રીતે ખનન, વહન અને સંગ્રહ કરતા કસુરદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ખાણ ખનીજ વિભાગ ગોધરા એ ઓક્ટોબર ૨૦૨૦ ના સમયગાળા દરમિયાન બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ અંગેની કુલ ૨૪ કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે પૈકી કસુરદારો પાસે થી રૂ .૩૫.૨૦ લાખ ની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં તા.૧/૪/૨૦૨૦ થી તા.૧૦/૧૧/૨૦૨૦ ના સમયગાળામાં બિન અધિકૃત ખનન,વહન અને સંગ્રહ ના કુલ ૧૫૮ કેસ ઝડપવામાં આવ્યા હતા. અને કસુરદારો પાસે થી રૂ.૧૮૨.૭૨ લાખની દંડકીય રકમ ની વસુલાત કરવામાં આવી છે. તેમજ ૪ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ જ સમયગાળા દરમિયાન ૨૦ જેટલી લિઝ ની તપાસણી હાથ ધરી રૂ.૪૨.૫૮ લાખની વસુલાત બાબતે લિઝ ધારકને નોટિસ આપી લિઝ ના ATR હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે.વધુમાં ૧૪ સ્ટોકની તપાસણી હાથ ધરી રૂ.૧૨.૬૫ લાખની વસુલાત કરવામાં આવી છે.આ ઉપરાંત ક્ષેત્રીય ટીમ દ્વારા હાલોલ તાલુકામાં તપાસણી હાથ ધરતા ૧૦ મેટ્રિક ટન પ્રમાણે ની બિન અધિકૃત રીતે સાદીમાટી ખનીજ ભરેલી બે વાહનો અને ત્રણ મેટ્રિક ટન સાદી રેતી ખનીજ ઓવરલોડ વાહનો પકડી વાહનો સિઝ કરી રૂ.૩૦ લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો.અને વાહન માલિક પાસેથી દંડકીય રકમની વસુલાત ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.