- ભુંડ પકડવા બાબતે ઝગડો થયાનું જાણવા મળ્યું.
- બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 2 વ્યકતિઓને ઇજાવો.
ગોધરા,
ગોધરાના ખાડી ફળીયા વિસ્તારમાં રહેતા યુવક તેના મિત્રો સાથે કામ અર્થે નિકળ્યા હતા. ત્યારે સામે થી પાંચ થી સાત યુવકો એ બોલાચાલી કરી લાકડી અને પાવડાના દસ્તા થી મારમારતા યુવક બચીને ધરે પરિવારને જણાવતા સમજાવવા ગયેલ યુવક સાથે ઝગડો કરી એક વ્યકતિને ઈજાઓ પહોંચાડી પોલીસે ધટના સ્થળે દોડી આવી મામલો ઠાળે પાડયો હતો.
ગોધરા ખાડી ફળીયામાં રહેતા યુવક અને તેના ચાર મિત્રો સાથે કામ અર્થે નિકળેલ હતા. ત્યારે અચાનક પાંચ થી સાત યુવકોએ કોઈ બાબતે બોલાચાલી કરી હતી અને લાકડી અને પાવડાના દસ્તા વડે ગેબી મારમાર્યો હતો. જેથી યુવક બચીને ધરે ચાલ્યો ગયો હતો અને મારમારીની વાત પરિવારને કરતાં પરિવારના સભ્યો યુવકોને સમજાવવા જતા અન્ય યુવકો વચ્ચે ઝગડો થતા એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા ઈજાઓ થઈ હતી. ઝગડા થી શરૂ થયેલ મામલે વધારે ઉગ્ર બનતા બન્ને જુથ સામસામે આવી ગયા હતા. આ બાબતની બી ડીવીઝન પોલીસને જાણ થતાં ધટના સ્થળે દોડી આવીને સ્થિતી ઉપર કાબુ મેળવ્યો હતો. મારામારીમાં ઈજાગ્રસ્ત બે વ્યકિતને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.