ગોધરા, ગોધરા મોહંમદી મહોલ્લામાં રહેતા ફરિયાદીના પિતા તથા ભાઈઓ સાથે કૌસર મસ્જીદમાં નમાજ પઢવા ગયેલ હતા. ત્યારે આરોપીએ જુના ઝગડાની અદાવતે ઝગડો તકરાર કરી તલવાર વડે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા મોહંમદી મહોલ્લામાં રહેતા હુજેફા અબ્દુલ કાદર ડોબાના પિતા અને ભાઈઓ સાથે કૌસર મસ્જીદમાં નમાજ પઢવા ગયા હતા. ત્યારે આરોપીઓ ઈલ્યાસ અબ્દુલ્લાહ ભટુક, અબ્દુલ અજીજ ભટુક, જાબીર અબ્દુલ અજીજ ભટુક અને સુમૈયા ઈલ્યાસ ભટુક એ જુની અદાવત રાખી ઝગડો કરી આરોપી ઈલ્યાસે હાથમાં રાખેલ તલવાર સાહેદને હાથના ભાગે તથા અન્ય આરોપીઓ લાકડા વડે ઈજાઓ પહોંચાડી લોખંડની પાઈપ વડે મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.