ગોધરા કાંસુડી રોડ શિવમ સોસાયટીના રહેણાક મકાનમાં કાંંતીકાકા સોપારીના કોપી રાઈટની મંંજુરી વગર મનુકાકા સોપારીનું પેકીંગ કરી વેચાણ કરતાં કોપરાઈટની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ

ગોધરા, ગોધરા જાફરાબાદ કાંસુડી રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીમાં રહેતા આરોપીઓ પોતાના રહેણાંક મકાનમાંં કાંતી કાકાની સોપારીના કોપીરાઈટની મંંજુરી વગર મનુકાકા સોપારીનુંં ગેરકાયદેસર પેકીંગ કરી વેચાણ કરતાં હોય જેથી પોલીસ મથકે કોપીરાઈટની ફરિયાદ કરી સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન 1,25,000/-રૂપીયાનો મુદ્દામાલ મળી આવતાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જાફરાબાદ કાંસુડી રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીમાં રહેતા મનોજભાઇ કિશનચંદ લાલવાણી પોતાના રહેણાંક મકાનમાં કાંતીકાકા સોપારીના કોપીરાઈટની મંજુરી વગર મનુકાકા સોપારીનું પેકીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તે બાબતે કાંતીકાકા સોપારીના કોપીરાઈટ ધરાવતા હોય તેમના દ્વઋારા શિવમ સોસાયટીના મનોજભાઇ લાલવાણીના ધરે તપાસ કરતાં સફેદ રંગના 11 થેલામાં ઝભલામાં 275 માવા (મનુકાકા સોપારી, ચુનો, તમાકું) લેખે 5500 પાઉચ મળી આવેલ સિધ્ધરાજ ચુનો, મનુકાકા સોપારી છાપેલ આઉટર પેકીંગ થેલી, ઈલેકટ્રીક ઓટોમેટીક પાઉચ પેકીંગ મશીન, પાઉંચ પેકીંગ કરવાનો રોલ ચડાવેલ મળી કુલ કિંમત 1,25,000/-રૂપીયાના મુદ્દામાલ મળી આવતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે મનોજભાઇ કિશનચંદ લાલવાણી વિરૂદ્ધ કોપીરાઈટ ભંગ અંગેની ફરિયાદ નોોંધાવા પામી છે.