- સર્વે નં.441 પૈકી-1, 441-અ પૈકી-2, 441- અ પૈકી-3માં રહેણાંક હેતુ માટે ફાળવાયેલને શરત ભંગ કરી કોર્મશીયલ ઉપયોગ.
ગોધરા,
ગોધરા નગરમાંં રેવન્યુ સર્વે નંબર 441/અ વાળી સરકારી પડતર હેઠળની જમીનમાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ કરી વાણિજય હેતુથી ઉપયોગ કરવામાંં આવતો હોય ત્યારે સરકારી પડતર જમીન માંથી દબાણો દુર કરવામાં આવે તેવી માંગ સાથે અરજદારે જીલ્લા કલેકટરને રજુઆત કરી.
ગોધરા શહેરમાં રેવન્યુ સર્વે નં.441/અ વાળી સરકારી પડતર જમીન આવેલ હોય આ સરકારી પડતર જમીનમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરેલ છે. તેમાં રહેણાંક મકાનો તેમજ કોર્મશીયલ દુકાનો, વેલ્ડીંગ કારખાના તેમજ અન્ય દુકાનો બનાવી દીધી છે. ગેરકાયદેસર દબાણોવાળી જગ્યાઓ ઉ5ર રાજકીય વગ ધરાવતા ઈસમો થ્રી-ફેસ વીજ કનેકશન મેળવેલ છે. અરજદાર સુગરા મોહમદ પિત્તલની માલિકીના સર્વે નં.440 પૈકી-1 અને સરકારી પડતર જમીન સર્વે નં.441//અ છે. આ જમીનમાં થોડા વર્ષ અગાઉ સકારી પડતરવાળી 441/અ પૈકી-1માં શેખ ઈનાવતમીયા સિકંદરમીયા નોંધ નં.10759 થી 53 ચો.મીટર, શેખ બાબુમીયા સિકંદરમીયાને સર્વે નં.441-અ પૈકી-2માંં 99 ચો. મીટર તેમજ શેખ ફકરનબીબી હબીબમીયાને 111 ચો.મીટર જમીન રહેણાંંક મકાન માટે ફાળવવામાં આવી હતી. પરંતુ આ લોકોએ રહેણાંંક જગ્યાએ ગેરકાયદેસર કોર્મશીયલ બાંધકામ કરેલ છે. તેમજ સરકારી પડતર જમીનમાં રહેણાંક મકાન માટે ફાળવેલ જગ્યામાં દબાણ કરી ગેરેજ અને વેલ્ડીંગ કારખાના ભાડે આપેલ છે.
ત્યારે ગોધરા (ક)ની સરકારી પડતર જમીનની માપણી કરાવી ગેરકાયદેસર દબાણો દુર કરી આ જમીન સરકાર હસ્તક લેવામાં આવે તેમજ સરકારના નવા કાયદા મુજબ લેન્ડ ગે્રબીંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાંં આવે તેવી માંગ સાથે અરજદાર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે.