ગોધરા કસ્બાની સંયુકત ખેતીની જમીનમાં બે ભાઈઓની ગુમહરાહ કરી તેમના ભાગની જમીન પણ હડપી લેતાં વાંધા અરજી કરાઈ

ગોધરા, ગોધરા કસ્બાની 09.11 હેકટર જમીન સંયુકત માલિક કબ્જેદાર હતા. દરેકના ભાગે 0.03.36 જમીન આવતી હોવા છતાં 0.07.09 હેકટર જમીન વેચાણ લખાવી લઈ બાકીના બે ભાઈઓના ભાગની 0.02.02નુંં પાનીયું અલગ કરી સંયુકત માલિકી જમીન છેતરપિંડી કરી ગુમહરાહ કરવામાં વાંંધા અરજી રજુ કરાઈ.

ગોધરા કસ્બામાં વિસ્તારની મોકાની જગ્યાએ ખેતીની જમીન ત્રણ ભાઈની સંયુકત માલિકી હે.0.09-11ની આવેલ હતી. સંયુકત માલિકી કબ્જેદાર ભાઈઓ વચ્ચે ભાગમાં હે.0.03.036 જમીન આવતી હોય તેમ છતાં વેચાણ લખાવી લેનાર વ્યકિત દ્વારા સંયુકત જમીન માંથી હે.0.07.09 જમીન લખાવી લીધેલ હતી. જ્યારે સંયુકત મિલ્કતનાા બે ભાગીદાર ભાઈઓના ભાગે હે. 0.02.02નું પાનીયું અલગ કરીને સંયુકત માલિકી જમીનના ભાગીદારોને ગુમરાહ કરવામાં આવતાં આ સંયુકત જમીનમાં થયેલ દસ્તાવેજ નોંધ સામે વાંધા અરજી કરવામાં આવી.