નોંધ નં.73417માં અરજદાર દ્વારા અટક વગરની જમીનમાં 50 રૂા.સ્ટેમ્5 પેપર ઉપર સોગંદનામા આધારે ચેતનદાસ તુલસીદાસ દર્શાવેલ હતું તેના આધારે આખરે પ્રાંત અધિકારી દ્વારા અટક વગરની નોંધ મંજુર કરાઈ.
ગોધરા, ગોધરા કસ્બાની નોંધ નં.73417ને પ્રાંત અધિકારી દ્વારા નામંજુર કરાઈ અને નોંધ નં.73418 મંજુર કરવામાં આવી. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા નોંંધ નં.73417ના રેકર્ડ જોતા વાંધાગ્રસ્ત સર્વે નંંબરની 1986/87થી વર્ષ-2005ના પાણી પત્રકની વિગત જોતાં 0-15-38 (રસ્તા પડતર તરીકે) દર્શાવેલ છે. આ જમીન ખેતી નહિ પરંતુ રોડ રસ્તાની હોવાનુંં જણાય છે. તેમજ ફેરફાર નોંંધ નં.8978 તા.5/6/69ની વિગત જોતાં સીટી રેકર્ડના પ્રોપર્ટી કાર્ડ ઉપરથી રે.સર્વે નંં.524ના હિસ્સાની નોંધ કર્યા બાબતની નોંધ દાખલ થયેલ છે. તેમજ વર્ષ 1965/66 થી 1974/75 હસ્ત લિખિત 7/12માં સીટી લીમીટમાં જવાથી પાન કમી તેવી નોંધ કરેલ છે. આમ વાદાગ્રસ્ત મિલ્કતનું પ્રોપર્ટી કાર્ડ બનેલ હોવાનું તેમજ વાદાગ્રસ્ત પાન રેવન્યું રેકર્ડ સીટી લીમીટમાંં જવાની પાન કર્યાની નોંધ કરેલ હોવા છતાં રેવન્યુ રેકર્ડ ચાલતો હોવાનું જણાય છે.
આમ વાદાગ્રસ્ત મિલ્કત (રસ્તા પડતરની) હોવાનું જણાવે છે. તો આ જમીન ગોધરાના પશ્ર્ચિમ વિસ્તારમાં ચેતનદાસ પ્લોટમાં આવેલ હોય આ જમીન કરોડો રૂપીયાની હોય એમાં વડોદરા થી 34 વર્ષ પછી ઉંધ માંથી ઉઠી વારસદારો આવી રસ્તા પડતરની અને કોમન પ્લોટની જગ્યામાં વારસાઈ કરાવીને કરોડો રૂપીયાની મિલ્કત નામો દાખલ કરી વેચાણ કરવા માટે ગોધરાના સરકારી સસ્તા અનાજના દુકાનધારક દ્વારા પોતાનો મોબાઈલ નંબર નાખી વારસાઈ કરાવેલ હતી. તો આ નોંધ આખરે ગોધરાના પ્રાંત અધિકારી દ્વારા નોંધ નામજુંર કરાઈ અને આ સરકારી અનાજના દુકાનધારક આવી કેટલીક જમીનોમાં ગોધરા બહારથી વ્યકિતઓને લાવી અટક ન ધરાવતી હોય તેવી મિલ્કતોમાં ભળતા નામનો લાભ લઈ વારસાઈ કરાવીને આવી કરોડો રૂપીયાની બીજી મિલ્કતો વેચાણ કરાઈ છે કે તેની તપાસ જીલ્લા કલેકટર દ્વારા કરાય તે જરૂરી છે. જ્યારે ગોધરા કસ્બાની નોંધ નં.73418માંં પ્રાંત અધિકારી દ્વારા 8/8/1961થી ચેતનદાસ તુલસીદાસએ વેચાણ રાખેલ હતી. 62 વર્ષ પછી આ મિલ્કતમાં વારસાઈની નોંંધ પાડી તેમા પણ ચેતનદાસ તુલસીદાસ વાળી મિલ્કતમાં વારસાઇ પણ કુટુંબ પૈકીના ચાર ભાઈ માંથી એક ભાઇના વારસદારો દ્વારા 22/5/1991નો મરણ દાખલો મૂકી બીજા વારસદારોને ના લઈને વારસાઈ કરાવેલ હોય અને આ જમીન ખરેખર આ મિલ્કત અટક વગરની હોય અને તેમાં વડોદરાના અટકવાળા જે વ્યકિતઓએ વારાસઈ કરાવેલ છે. તેમાં પણ ચેતનદાસ તુલસીદાસનો છોકરો દર્શાવે છે. તો અન્ય ત્રણ ભાઈઓને પેઢીનામામાંં કેમ દર્શાવવામાં આવ્યા ન હોય તે ચર્ચાનો વિષય છે. જો આ ચેતનદાસ તુલસીદાસ ટહેલારમાણીની મિલ્કત હોય તો આ મિલ્કતમાં ચાર ભાઈનો પૈકી માત્ર એક ભાઈને પેઢીનામામાંં દર્શાવી અન્ય ત્રણ ભાઈઓને કેમ બાકાત રાખવામાં આવ્યા તો આ જમીનમાં સરકારી અનાજ દુકાનદાર દ્વારા માત્ર એકભાઈને પેઢીનામા દર્શાવીને વારસાઈ કરાવી નોંધ નં.73418 પડાવી હતી અને આ નોંધ પ્રાંત અધિકારી દ્વારા અરજદારે 50/-રૂા. સ્ટેમ્5 ઉપર કરેલ નોટરી કે.આર.મિસ્ત્રી વડોદરાની રૂબરૂ રજી.ક્રમાંક 5632 તા.7/9/2023થી નોંધાયેલ સોગંદનામાની વિગતમાં0 સવાલવાળી મિલ્કત તેમના દાદા નામે ચેતનદાસ તુલસીદાસ ટહેલારામાણીના નામે ચાલે છે. તેવુંં દર્શાવેલ છે. તો આ સર્વે નોંધ પ્રાત અધિકારી દ્વારા તા.18/1/2024ના રોજ મંજુર કરવામાં આવી છે. તો આ નોંધની જીલ્લા કલેકટર પંંચમહાલ સુમો મોટો લઈને આ અટક વગરની ભળતા નામથી વારસાઈ કરાવી જે નોંધ મંજુર કરવામાં આવી છે. તે નોંધની તપાસ કરી રદ કરાશે કે કેમ તે જોવાનુંં રહ્યું.