ગોધરા, ગોધરા કસ્બાની 73417 અને 73418 નોંધને મંંજુર કરાવવા માટે દલાલો આંટા મારી થાકી જતાં હવે આ નોંધ મંજુર કરાવવા માટે મોટા માથાઓ ગોધરા પ્રાંત કચેરીના આંટાફેરા શરૂ કર્યા છે
ગોધરા હમીરપુરની નોંધ નં.4200નામંજુર થતા આવી ગોધરા કસ્બાની નોંધ 73417, 73418ને પોતે તકરાઈ લઈને નોંધ મંજુર કરવા પ્રાંત કચેરીમાંં દલાલો આંંટાફેરા મારતા હતા પરંતુ તેમાંં દલાલોની ચાંચ નહિ ડુબતા હવે હારી થાકીને આ નોંધ મંજુર કરવા માટે મોટા માથાઓ પ્રાંત કચેરીમાંં આંટાફેરા શરૂ થયા છે.
ભળતા નામે ખુલ્લી જમીનમાં વારસાઈ કરાવીને અન્ય જીલ્લાના લોકોને ખેડુત બનાવવા માટે વારસાઇ કરાવીને નોંંધ મંજુર કરવાનો કીમીયો રચવામાં આવ્યો હતો પરંતુ આવા ભળતા નામની વારસાઈ કરાવીને હમીરપુરની નોંધ 4200 નામંજુર થતાં આવા તિકકડમ કરતાં વ્યકિત દ્વારા ગોધરા કસ્બાની 73417, 73418માં પોતે તકરારી બન્યા છે અને આ નોંધ મંજુર કરાવવા માટે દલાલો કામે લાગ્યા હતા પરંતુ દલાલોની દાળ ગળે તેમ નહિ લાગતા આ નોંધ મંજુર કરવા માટે મોટા માથાઓના પ્રાંત કચેરીમાં આંટાફેરા શરૂ થયા છે. ત્યારે હવે જોવાનું રહે છે કે, આ નોંધ પૈસાના જોરે મંજુર થઈ છે. નાની કાંટડીની જેમ મંજુર થઈને કલેકટરમાં રીવીઝનમાં જઈ રદ શકે કે વેચાણ દસ્તાવેજ થશે.